હરિયાણાથી અમદાવાદ લઇ જવાતા શરાબના લાખો રૂપિયાના જથ્થા સાથે હરિયાણાના ટ્રક ચાલકની ધરપકડ કરી વડોદરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની આંખોમાં ધૂળ નાંખવા માટે બુટલેગરો દારૂની હેરાફેરીના અવનવા કીમિયા અપનાવતા હોય છે, ત્યારે વડોદરા પોલીસે હરિયાણાથી અમદાવાદ લઇ જવાતા શરાબના જથ્થા સાથે હરિયાણાના ટ્રક ચાલકની ધરપકડ કરી છે. ટ્રકમાં પ્લાસ્ટિકના કચરાની આડમાં વિદેશી શરાબનો વેપલો કરાતો હોવાની વડોદરા LCB પોલીસને બાતમી મળી હતી, ત્યારે વડોદરા-હાલોલ રોડ પર પોલીસે વોચ ગોઠવી બાતમીવાળી ટ્રક આવતા તેને રોકી તલાશી લેતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. રૂ. 17.76 લાખની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો ટ્રકના વ્હીલ પાસે છુપું ચોરખાનું બનાવીને સંતાડ્યો હતો, ત્યારે હાલ તો વડોદરા પોલીસે હરિયાણાના ટ્રક ચાલકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
