ભરૂચ: ટ્રાયબલ વિસ્તારમાં માર્ગોની બિસ્માર હાલત, સમારકામની માંગ સાથે પાઠવ્યું આવેદનપત્ર
ગુજરાત, સમાચાર, Featured, ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા ભરૂચ જિલ્લાના ટ્રાઇબલ એરિયા ઝઘડિયા, વાલિયા, નેત્રંગ તાલુકામાં બિસ્માર બનેલા ડામર રોડનું સમારકામ કરાવવાની માંગ સાથે ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયુ હતું
ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા કલેકટરને પાઠવાયેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકો વિવિધ કુદરતી સંપદાથી ભરપૂર તાલુકો છે. ભરૂચ જિલ્લાની 90 ટકા ખનીજ સંપત્તિ આ તાલુકામાં આવેલી છે. લિગ્નાઇટ કોલસો સિલિકા નાઈટ સાદી રેતી, બ્લેક ટ્રેપ કોરિસ પોઇલ, વિગેરે ખનીજ આ તાલુકામાં મળી આવે છે. આ ખનીજો હાઇવા ટ્રક મારફતે અન્ય વિસ્તારોમાં જાય છે. વજનદાર વાહનો પસાર થવાના કારણે ટ્રાયબલ વિસ્તારના મોટા ભાગના માર્ગો બિસ્માર બન્યા છે.
આ વિસ્તારમાંથી નિકળતા ખનિજથી કરોડો રૂપિયાની આવક થાય છે ત્યારે તેમાંથી મળતી રકમમાંથી 50% રોયલ્ટીની રકમ અને 10% ડી એમ એફ ફંડમાં આ વિસ્તારોના વિકાસ માટે વાપરવાના હોય છે છતાં સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં પ્રત્યે ઉદાસીન વલણના કારણે આ દિન સુધી 10% બીએફએમ પણ કે 50% રોયલ્ટીની રકમ આ વિસ્તારના પાકા ડામર રસ્તાઓ કે બીજા વિકાસના કામોમાં વાપરવામાં આવતા નથી જેના પગલે આ વિસ્તારનો વિકાસ રૂંધાયો છે અને માર્ગો બિસ્માર હોવાના કારણે ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે બિસ્માર માર્ગોનું વહેલી તકે સમારકામ કરાવવાની માંગ કરવામાં આવી છે
