એકલી રહેતી કે છૂટાછેડા લેનારી મહિલાઓને મેટ્રિમોનિયલ વેબસાઇટના માધ્યમથી ફસાવી લગ્ન કરીને લાખો રૂપિયાના માલ સાથે પલાયન થનારા શખ્સની પોલીસે ધરપકડ કરી હતી.આરોપીએ 10 વર્ષમાં 20 થી વધુ લગ્ન કર્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. 

નાલાસોપારા પોલીસે કલ્યાણમાંથી ૪૩ વર્ષના ફિરોઝ નિયાઝ શેખ નામના આરોપીની ત્રણ દિવસ પહેલાં ધરપકડ કરી છેજે એક-બે નહીં પણ 20 થી વધુ મહિલા સાથે લગ્ન કરીને તેમની કિંમતી વસ્તુ અને રોકડા રૂપિયા  સાથે ફરાર થઈ જતો હોવાનું જાણવા મળ્યું હતું.નાલાસોપારામાં રહેતી એક મહિલાએ માર્ચ મહિનામાં આરોપી ફિરોઝ શેખે પોતાની સાથે લગ્ન કરીને બાદમાં ૬.૫ લાખ રૂપિયાની કિંમતના લેપટોપમોબાઇલ અને રોકડની તફડંચી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી.નાલાસોપારા પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈને તપાસ હાથ ધરી હતી. આરોપીના મોબાઇલને ટ્રેસ કરવાથી તે કલ્યાણમાં છુપાયો હોવાની જાણ થતાં તેને ઝડપી લેવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આરોપીએ 2015થી મહારાષ્ટ્રમધ્ય પ્રદેશઉત્તર પ્રદેશદિલ્હીગુજરાત સહિત દેશના વિવિધ ભાગોમાં 20 મહિલા સાથે છેતરપિંડી આચરી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.