પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિનું આયોજન

સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવ-2024નું આયોજન

ખેલૈયાઓ સાથે જિલ્લા પોલીસ વડા પણ ગરબે ઘૂમ્યા

મહિલા પોલીસકર્મીઓ ટ્રેડિશનલ ડ્રેશમાં ગરબે ઘૂમ્યા

ગરબામાં ત્રીજા દિવસે ખેલૈયાઓ મન મુકી ગરબે ઘૂમ્યા

ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવ 2024માં ખેલૈયા સાથે ભરૂચ પોલીસ વડા મયુર ચાવડા સહિત મહિલા પોલીસ કર્મીઓપોલીસ અધિકારીઓપોલીસકર્મીઓ ટ્રેડિશનલ ડ્રેશમાં ગરબે ઘૂમ્યા હતા.

ભરૂચ ખાતે માઁ અંબાના આરાધનાના પર્વ નવરાત્રીના ત્રીજા નોરતે શેરી ગરબામાં રાસની રમઝટ જોવા મળી હતી. આ સાથે જ પાર્ટી પ્લોટ અને શેરી વિસ્તારમાં ગરબામાં ત્રીજા દિવસે ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમ્યા હતા. માઁ અંબાના આરાધનાના ઉત્સવ નવરાત્રિમાં ડીજે સાઉન્ડના અવાજો અને માતાજીના ગરબા સાંભળીને ખેલૈયાઓમાં એક સ્ફૂર્તિ જોવા મળી હતી. ભરૂચ જિલ્લા પોલીસ વિભાગે આ વર્ષે શહેરના મધ્યમાં આવેલા હોસ્ટેલ ગ્રાઉન્ડ પર સેફ એન્ડ સિક્યોર નવરાત્રીનું નિઃશુલ્ક ભવ્ય આયોજન મહિલા પોલીસ અધિકારીઓ દ્વારા કરાયુ છે. જેમાં નોરતા ત્રીજા દિવસે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાપીઆઈપીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં માતાજીના ગરબે ઘૂમી રમઝટ બોલાવી હતી.