અંકલેશ્વર: જીઆઇડીસીમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા દશેરા નિમિત્તે ગરબાનું કરાયું આયોજન
ગરબા નિમિત્તે પ્રથમ ત્રણ વિજેતાઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા,જ્યારે ગરબામાં ભાગ લેનાર સૌને લાણીનું વિતરણ પણ કરવામાં આવ્યું ભરૂચ | ગુજરાત | સમાચાર |
અંકલેશ્વર જીઆઈડીસીના ભવ્ય બંગ્લોઝના પાર્ટી પ્લોટ ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા દશેરા નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઇડીસીના ભવ્ય બંગ્લોઝના પાર્ટી પ્લોટ ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા દશેરા પર્વની ઉજવણી સાથે ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક ડો.કુશલ ઓઝા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.ઉપરાંત સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લાના પ્રમુખ જનક પટેલ,કે.શ્રીવત્સન,પ્રદીપ રાવલ,દિપક ઉપાધ્યાય અને મહેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
વધુમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઈડીસી અંકલેશ્વરના પ્રમુખ ચંદુ જોષી,મહામંત્રી ભાસ્કર આચાર્ય,દર્શન જાની,મહિલા પાંખના રૂપલ જોષી સુરેશ જોશી, પ્રવીણ તેરૈયા સહિતના હોદ્દેદારો તેમજ આગેવાનો ઉપસ્થિત રહીને માતાજીની આરતીનો લ્હાવો લઈને ગરબે ઘૂમ્યા હતા.અને ગરબા નિમિત્તે પ્રથમ ત્રણ વિજેતાઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા,જ્યારે ગરબામાં ભાગ લેનાર સૌને લાણીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
