ભરૂચ પોલીસની મોટી કાર્યવાહી
308 અસામાજિક તત્વોની યાદી કરાય તૈયાર
અસામાજિક તત્વોના મકાનના વીજ કનેકશન તપાસાયા
કુખ્યાત બુટલેગર નયન બોબડાના મકાનનું વીજ કનેક્શન કપાયું
રૂ.3.40 લાખનો દંડ પણ ફટકારાયો
રાજ્યના પોલીસવડાના આદેશના પગલે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના કુલ 308 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે તો બીજી તરફ પોલીસે ગુનેગારોના મકાનમાં વીજ કનેક્શનની તપાસ કરી હતી જેમાં કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડાના મકાનનું વીજ કનેક્શન કાપી તેને રૂપિયા 3 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે

રાજ્યના પોલીસ વડા દ્વારા 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા દરેક જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપી હતી જે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાના કુલ 27 પોલીસ મથક વિસ્તારમાં કુલ 308 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં 

153 બુટલેગર, શરીર સબંધી ગુનાના 82 આરોપી, મિલકત સંબંધી ગુનાના 40 અને જુગારના 30 આરોપીઓની યાદી તૈયાર કરાય છે. આ ઉપરાંત પોલીસે 18 અસામાજિક તત્વોના વીજ કનેક્શનની કરી તપાસ કરી છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને સાથે રાખી પોલીસ દ્વારા ગુનેગારોના મકાનના વિવિધ કનેક્શનની તપાસ કરવામાં આવી હતી જેમાં કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડાના મકાનનું વીજ કનેક્શન કાપવામાં આવ્યું છે અને તેને
રૂ.3.80 લાખનો દંડ પણ ફટકારવમાં આવ્યો છે.પોલીસ દ્વારા આગામી સમયમાં ગુનેગારોની ગેરકાયદેસર મિલકતો તોડી પાડવા સહિતની કાર્યવાહી કરાશે.આ ઉપરાંત જામીન પર છૂટ્યા બાદ પણ અસામાજિક પ્રવૃત્તિમાં સંકળાયેલા હશે તો તેઓના જામીન રદ કરાવવા સહિતની કાર્યવાહી કરાશે.પોલીસની કાર્યવાહીના કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.