• ભરૂચના ઝઘડિયાના ધારોલી ગામ નજીક અકસ્માત

  • કાર પલટી જતા અકસ્માત સર્જાયો

  • કારમાં સવાર એક વ્યક્તિનું મોત નિપજ્યું

  • 4 લોકોને પહોંચી ઇજા

  • પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના ઝઘડિયાના ધારોલી ગામ તરફ જતા માર્ગ પર કાર પલટી જતા કારમાં સવારે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે 4 લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા છે.
ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીને જોડતા ધારોલી માર્ગ પર કર્મચારીઓની કારને નડેલા અકસ્માતમાં એક કર્મચારીનું મોત નીપજ્યું જયારે 4 ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી રેડ એન્ડ ટેલર કંપનીના કર્મચારીઓ કારમાં કંપની તરફ જઈ રહ્યા હતા ત્યારે ચાલકે કાર પરથી કાબુ ગુમાવતા પૂરઝડપે જતી કાર પલ્ટી જતા અકસ્માત  થયો હતો. આ ઘટનામાં એક કર્મચારીનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું.વાહનમાં સવાર અન્ય ચાર કર્મચારી ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે અંકલેશ્વર ખસેડાયા છે.બનાવની જાણ થતાની સાથે જ ઝઘડિયા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.