• ભરૂચના ઝાડેશ્વરમાં આવેલું છે મંદિર

  • સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી

  • મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

  • પોલીસે ધમકી આપનાર શખ્સની કરી ધરપકડ

  • ભરૂચમાંથી જ કોલ થયો હોવાનું બહાર આવ્યું

ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ભરૂચમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાનો મામલો સામે આવ્યો છે.આ મામલામાં પોલીસે ધમકી આપનાર શખ્સની ધરપકડ કરી છે.
તાજેતરમાં જ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ મહદઅંશે શાંત પડ્યો છે. એવામાં સંવેદનશીલ ગણાતા ભરૂચમાં ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ભરૂચ પોલીસ કંટ્રોલ રૂમ તેમજ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને ધમકી ભર્યા બે કોલ મળ્યા હતા જેના કારણે પોલીસ દોડતી થઈ હતી. પોલીસે બૉમ્બ અને ડોગ સ્ક્વોડની  મદદથી મંદિરમાં ચેકિંગ હાથ ધર્યું હતું.જો કે કોઈપણ શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી આવી ન હતી.
આ તરફ પોલીસે કોલ સ્ટ્રેસ કરતા કોલ ભરૂચમાંથી જ થયો હોવાનું બહાર આવ્યું હતું. જેના આધારે પોલીસે ટેકનિકલ સર્વેન્સના આધારે તપાસ કરતા ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સફારી પાર્કમાં રહેતા  આરોપી તોસિફ આદમ પટેલે ધમકીભર્યો કોલ કર્યો હોવાનો ખુલાસો થયો હતો.પારિવારિક ઝઘડામાં ભાઈ અને બનેવી પર કાર્યવાહી થાય તે માટે ખોટો કોલ કરાયો હોવાનું બહાર આવ્યું હતું. સી ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી તેને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.