ભરૂચ: સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે તા.૨૨ મી મે ૨૦૨૫ થી ૨૮ મી મે ૨૦૨૫ સુધી ભરૂચ જિલ્લામાં પવન સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે સમાચાર |
અમદાવાદ IMD દ્વારા અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે તા.૨૨ મી મે ૨૦૨૫ થી ૨૮ મી મે ૨૦૨૫ સુધી ભરૂચ જિલ્લામાં પવન સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે ભારે પવન અને અતિભારે વરસાદની પૂર્વે તૈયારીઓના ભાગરૂપે ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ભરૂચ કલેક્ટર કચેરી ખાતે સંભવિત ડીઝાસ્ટરની પરિસ્થિતિને પહોંચી વળવા અને તેના પૂર્વે કરવાની થતી કામગીરી અન્વયે જરૂરી વ્યવસ્થાની તૈયારીઓ અને આયોજન અંગે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં લાઇઝન અધિકારી દ્વારા આપત્તિ વ્યવસ્થાપનની પૂર્વ તૈયારી અંતર્ગત કરવાની થતી કાર્યવાહી અંગે સુચના આપી હતી.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, નિવાસી અધિક કલેકટર એન.આર.ધાધલ, , વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, જિલ્લાના પ્રાંત અધિકારીઓ, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓ વર્ચ્યુલી જોડાયા હતા.
