-
ભરૂચ પોલીસની મોટી કાર્યવાહી
-
જિલ્લામાં ચલાવાયું સર્ચ ઓપરેશન
-
7 ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું
-
44 બાંગ્લાદેશીઓ ઝડપાયા
-
તમામની પૂછપરછ શરૂ કરાય
ભરૂચ: SOGની 7 ટીમોએ 44 બાંગ્લાદેશી ઘુષણખોરોને ઝડપી પાડ્યા, પોલીસ હેડક્વાર્ટર ખાતે પૂછપરછ શરૂ કરાય
સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની કુલ 7 અલગ અલગ ટીમોએ ભરૂચના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી ઘુષણખોરીના આરોપ હેઠળ કુલ 44 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લીધા ગુજરાત | સમાચાર |
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરી જિલ્લામાંથી 44 બાંગ્લાદેશી ઘુષણખોરોને ઝડપી પાડવામાં આવ્યા હતા પહેલગામ હુમલાના પગલે દેશભરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે.ભરૂચમાંઘુષણખોરોને શોધી કાઢવા તંત્ર એક્શન મોડમાં છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બાંગ્લાદેશી ઘુષણખોરો સામે એક મેગા સેર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
48 કલાકના સતત અભિયાનમાં કુલ 7 અલગ અલગ ટીમોએ ભરૂચના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી ઘુષણખોરીના આરોપ હેઠળ કુલ 44 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લીધા છે. ઝડપાયેલા લોકોમાં 11 પુરુષ, 18 મહિલા અને 15 બાળકોનો સમાવેશ થાય છે.ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે તમામ વિદેશી નાગરિકોની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
