આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
ઠેર ઠેર કાર્યક્રમોનું આયોજન
અંકલેશ્વરમાં પગપાળા રેલી નિકળી
મોટી સંખ્યામાં લોકો જોડાયા
ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા
અંકલેશ્વર આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના સભ્યો જોડાયા હતા
9 ઓગષ્ટને સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે જળ જંગલ અને પ્રકૃતિ પૂજનના હિમાયતી આદિવાસી સમાજ દ્વારા ઠેરઠેર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા આવી હતી જે નિમિત્તે અંકલેશ્વરમાં આદિવાસી સમાજ દ્વારા સાંસ્કૃતિક પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલી રેલ્વે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પ્રારંભ કરવામાં આવી હતી. રેલી ભરુચી નાકા ખાતે બિરસા મુંડાની પ્રતિમા ખાતે સંપન્ન થઈ હતી.આ રેલીમાં આદિવાસી સમાજના આગેવાનો અને સભ્યો જોડાયા હતા.પરંપરાગત પોશાકમાં ડી.જે.ના તાલ સાથે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
