એશિયાની સૌથી પ્રતિષ્ઠિત અને પડકારજનક સાહસિક સ્પર્ધા
કેરળમાં માલાબાર રિવર ઇન્ટરનેશનલ કાયકિંગ સ્પર્ધા યોજાય
જામનગરના યુવા એડવેન્ચર એથ્લીટ બન્યા ગોલ્ડન ચેમ્પિયન
પ્રથમ સ્થાન મેળવનાર ગુજરાત રાજ્યના પ્રથમ કયાકર બન્યા
સરકારી ફરજ સાથે રમત-ગમતમાં દેશ-રાજ્યનું નામ રોશન કર્યું
જામનગરના યુવા એડવેન્ચર એથ્લીટ અને સિંચાઈ વિભાગમાં આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ-2 તરીકે ફરજ બજાવતા નચિકેતા ગુપ્તાએ કેરળ ખાતે યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવીને ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કર્યો છે.
એશિયાની સૌથી પ્રતિષ્ઠિત અને પડકારજનક સાહસિક રમત સ્પર્ધાઓ પૈકીની એક એવી ‘માલાબાર રિવર ઇન્ટરનેશનલ કાયકિંગ કોમ્પિટિશન-2026’માં ગુજરાતે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. જામનગરના યુવા એડવેન્ચર એથ્લીટ અને સિંચાઈ વિભાગમાં આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ-2 તરીકે ફરજ બજાવતા નચિકેતા ગુપ્તાએ કેરળ ખાતે યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવીને ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કર્યો છે.
આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારત ઉપરાંત યુરોપ, અમેરિકા, કેનેડા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સહિત 10થી વધુ દેશોના શ્રેષ્ઠ કાયકરોએ ભાગ લીધો હતો. સ્પર્ધાની ‘બોટર ક્રોસ’ અને ‘ડાઉનરિવર રેસ’ જેવી કઠિન ઇવેન્ટ્સમાં નચિકેતા ગુપ્તાએ પોતાની અસાધારણ ઝડપ, શ્રેષ્ઠ સંતુલન, તકનીકી કૌશલ્ય અને જોખમ વચ્ચે ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતાથી વિશ્વભરના સ્પર્ધકોને પાછળ છોડીને આ ઝળહળતી સફળતા મેળવી છે. આ ભવ્ય વિજય સાથે તેઓએ આંતરરાષ્ટ્રીય વ્હાઇટ વોટર કાયકિંગ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવનારા સમગ્ર ગુજરાતના પ્રથમ કયાકર બનવાનું બહૂમાન મેળવ્યું છે.
