• સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીની આવક

  • નર્મદા નદીની જળસપાટીમાં વધારો

  • ગોલ્ડનબ્રિજ નજીક નદીની સપાટી 20 ફૂટ

  • ડેમમાં પાણીની આવક ઘટી

  • છતાં 3.95 લાખ ક્યુસેક પાણી છોડવાનું યથાવત

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 3.95 લાખ ક્યુસેક પાણીની આવકના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 20 ફૂટને પાર કરી ગઈ હતી ગુજરાતની જીવાદોરી સામાન સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીની સતત આવકના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો નોંધાયો છે.નર્મદા નદીની જળ સપાટી 20 ફૂટને પાર કરી ગઈ હતી. નર્મદા ડેમમાંથી ત્રણ લાખ 95 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના પગલે કાંઠા વિસ્તારોમાં નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે.
નર્મદા ડેમમાંથી ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે જોકે ડેમના 15 દરવાજા ખોલી 3 લાખ 95 હજાર ક્યુસેક પાણી છોડવાનું યથાવત રાખવામાં આવી રહ્યું છે જેના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. નદીની જળ સપાટી વધતા તંત્ર એલર્ટ મોડ પર છે અને કાંઠા વિસ્તારના ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે.