-
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા
-
અંકલેશ્વરના ડીજી નગરમાં ચાલતું હતું જુગારધામ
-
9 જુગારીઓ જુગાર રમતા ઝડપાયા
-
રૂ.4.28 લાખનો મુદ્દામાલ જપ્ત
-
શ્રાવણીયા જુગાર પર પોલીસના દરોડા
અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે ગડખોલના DG નગરમાં ચાલતું જુગારધામ ઝડપી પાડ્યું, રૂ.4.28 લાખના મુદ્દામાલ સાથે 9 જુગારી ઝડપાયા
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક ડી.જી.નગરમાં મકાનના ઉપરના માળે રૂમમાં ચાલતું જુગારધામ ઝડપી પાડી 9 જુગારીયાઓને 4.28 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમાચાર
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક ડી.જી.નગરમાં મકાનના ઉપરના માળે રૂમમાં ચાલતું જુગારધામ ઝડપી પાડી 9 જુગારીયાઓને 4.28 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક ડી.જી.નગરમાં મકાન નંબર-બી-23ના ઉપરના માળે કિરીટકુમાર રણછોડ ફળદુ ઘણા બધા માણસોને બહારથી બોલાવી પોતાના આર્થિક ફાયદા માટે જુગાર રમાડી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
પોલીસ સ્થળ પરથી 1 લાખથી વધુ રોકડા અને એક ફોર વહીલર,3 ટુ વહીલર તેમજ આઠ મોબાઈલ ફોન મળી કુલ 4.28 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસે મુખ્ય સૂત્રધાર કિરીટકુમાર રણછોડ ફળદુ,હિતેશ રસિક દાવડા,હસમુખ પરબત છાયા,કનુ ભાયલાલ રોહિત,મહેશકુમાર પ્રભાતસિંહ પરમાર,જમન બચુ બુટાણી,હરસુખ રણછોડ ફળદુ તેમજ વિપુલ રવજી ભંડેરી અને કિશોર અશોક પાટીલ નામના જુગારીઓને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
