ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ મૂળ મધ્ય પ્રદેશ અને હાલ મુંબઈના પનવેલના સફાયર ઇ.વી.સોસાયટીમાં રહેતો શાંતિ ભૂષણ જ્ઞાનેન્દ્રકુમાર પાંડે ઇ.વી.સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને શાંતિ ભૂષણ જ્ઞાનેન્દ્રકુમાર પાંડેની ધરપકડ કરી હતી. ઝડપાયેલ આરોપીએ પાંચ વર્ષ અગાઉ અંકલેશ્વર ખાતે તેના મિત્રના ઘરનું તાળું તોડી બે એટીએમ ચોરી કરી રૂપિયા ઉપાડી લીધા હતા.