-
ભરૂચ અંકલેશ્વર વચ્ચેનો બનાવ
-
ટ્રેનની અડફેટે યુવાનનું મોત
-
રેલવે ટ્રેક નજીક ઝાડીમાંથી મળ્યો મૃતદેહ
-
મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો
-
એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી
ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આવેલા ભૂતમામાની ડેરી નજીક રેલ્વે ટ્રેક પાસે એક અજાણ્યો યુવક ટ્રેનની અડફેટે આવી જતા તેનું કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ યુવકનો મૃતદેહ રેલ્વે ટ્રેકની બાજુમાં આવેલી ઝાડીઓમાં ફેંકાયેલો હાલતમાં મળી આવ્યો હતો.આ ઘટનાની જાણ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
ઘટનાસ્થળે મૃતદેહ જોતા પોલીસે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો હતો. ધર્મેશ સોલંકી તથા તેમની ટીમ સ્થળ પર પહોંચી મૃતદેહને ઝાડીઓમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ગડખોલ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો.અજાણ્યા યુવકની ઓળખ મેળવવા તેમજ સમગ્ર ઘટનાની વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
