ભરૂચ જિલ્લામાં વિતેલા 24 કલાક દરમિયાન છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. નેત્રંગમાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે.
વાલિયામાં 13 મી.મી. વરસાદ નોંધાયો છે, જ્યારે અંકલેશ્વર અને વાગરામાં 12-12 મી.મી. વરસાદ વરસ્યો છે. ઝઘડિયામાં 8 મી.મી., હાંસોટમાં 5 મી.મી., જંબુસરમાં 3 મી.મી., આમોદ અને ભરૂચમાં 2-2 મી.મી. વરસાદ નોંધાયો છે.વરસાદના પગલે જિલ્લામાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભરૂચ જિલ્લામાં વિતેલા 24 કલાકમાં છૂટોછવાયો વરસાદ, તમામ 9 તાલુકામાં મેઘ મહેર
