ભરૂચના દહેજ ખાતે આયોજન

ડ્રગ્સના નાશની પ્રક્રિયા હાથ ધરાય

રૂ.2110 કરોડના ડ્રગ્સના જથ્થાનો નાશ

બેઇલ કંપનીમાં વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત

ભરૂચના દહેજ સ્થિત બેઇલ કંપનીમાં સમગ્ર રાજ્યના 23 જિલ્લાઓમાં ઝડપાયેલ રૂ.2212 કરોડના ડ્રગસના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.આ કાર્યવાહી દરમ્યાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચના દહેજ સ્થિત BEILના ઇન્સિનેરેટરમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી જપ્ત કરાયેલા ₹2212 કરોડના ડ્રગ્સનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવામાં આવ્યો. આ કાર્યવાહી નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં હાથ ધરાઈ હતી.


રાજ્યના 23 જિલ્લાઓમાં નોંધાયેલા ડ્રગ્સના 877 કેસોમાંથી જપ્ત કરાયેલા માદક પદાર્થોનો આ નિકાલ કરવામાં આવ્યો. તેમાં છેલ્લા એક વર્ષ દરમિયાન પકડાયેલી અંદાજે 11.10 લાખ નશીલી દવાઓની બોટલો તેમજ 14,447 કિલોગ્રામ વિવિધ પ્રકારના ડ્રગ્સનો સમાવેશ થાય છે. દહેજ સ્થિત BEILના ઇન્સિનેરેટરમાં પર્યાવરણીય ધોરણોને અનુરૂપ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યના DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિક, કે.એલ.રાવ, ગૌતમ પરમાર, સંદીપસિંગ, ભરૂચ કલેકટર, SP સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા ડ્રગ્સ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ પગલું ડ્રગ્સના નેટવર્ક સામેની કાર્યવાહીમાં વધુ એક મહત્વપૂર્ણ કડી તરીકે જોવામાં આવી રહ્યું છે.હર્ષ સંઘવીએ આણંદ એન્કાઉન્ટર, રાજ્યમાંથી ઝડપાયેલા 13 આતંકીઓ અને અમદાવાદ ફેકટરી બ્લાસ્ટ અંગે નિવેદન આપ્યું હતું. ગુજરાતમાં ડ્રગ્સ પકડવા સાથે આરોપીઓને સજા અપાવવાનો દર પણ 65 ટકા હોવાનું હર્ષ સંઘવીએ કહ્યું હતું. ગૃહમંત્રીએ આ તબક્કે રાજ્યના 278 પોલીસ અધિકારીને ₹60 લાખના ઇનામના ચેક આપી સન્માનિત કર્યા હતા. તેઓએ ગુજરાત પોલીસને અભિનંદન આપી સમાજ વતી અંતે પોલીસનો આભાર વ્યકત કર્યો હતો.