-
રાજ્યના ડીજીપી વડોદરાની મુલાકાતે
-
ડીજીપી કે. એલ. એન રાવે લીધી મુલાકાત
-
ક્રાઇમ કોન્ફરન્સમાં પોલીસ અધિકારીઓ સાથે કરી ચર્ચા
-
વડોદરા અને રાજ્યની સુરક્ષા વ્યવસ્થા અંગે કરી સમીક્ષા
-
નાર્કોટિક્સ માટે ખાસ ઝોનલ ઓફિસ બનશે
વડોદરા પોલીસ ભવન ખાતે આયોજિત ક્રાઈમ કોન્ફરન્સમાં ગુજરાત રાજ્યના ડી.જી.પી.કે એલ.એન રાવ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે વડોદરા શહેર, જિલ્લા, નર્મદા, ગોધરા, જિલ્લાના નવા અધિકારીઓ સહિત રાજ્યના મહત્વના વિભાગો કોન્ફરન્સમાં જોડાયા હતા.તમામ પોલીસ વિભાગનું એક સાથે સંકલન કરવામાં આવ્યું હતું.આવનાર દિવસમાં સુરત, રાજકોટ સહિતના શહેરમાં ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવશે.વધુમાં નાર્કોટિક્સ માટે ખાસ ઝોનલ ઓફિસ બનાવવા અંગે પણ તૈયરી દર્શાવવામાં આવી હતી.
