ભરૂચ એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે ઇન્દિરા નગર ઝૂંપડપટ્ટીમાં રહેતો કુખ્યાત બુટલેગર દિનેશ ઉર્ફે બબુલ પાટણવાડિયા રેલવે સ્ટેશનમાંથી વિદેશીદારૂનો જથ્થો લાવી પોતાના ઘરે ઉતારી સંતાડી રાખ્યો છે. જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 635 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 2.69 લાખનો દારૂ અને મોબાઈલ ફોન 3.20 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને દિનેશ ઉર્ફે બબુલ પાટણવાડીયાને ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી દારૂ આપનાર સુરતના ઇમરાન ખાનને વોન્ટેડ જાહેર કર્યો હતો.