-
અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા
-
સભામાં બજેટ કરાયુ મંજુર
-
રૂ.108 કરોડનું બજેટ મંજુર કરાયુ
-
નવા કોઈ કરવેરા નહીં
-
વિપક્ષે આંકડાની માયાજાળ ગણાવી
અંકલેશ્વર નગર સેવાસદનની બજેટલક્ષી સામાન્ય સભા યોજાઈ હતી જેમાં રૂપિયા 108.45 કરોડના બજેટને મંજૂરી આપવામાં આવી હતી. અંકલેશ્વર નગર સેવા સદનની બજેટલક્ષી સામાન્ય સભા ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થની અધ્યક્ષતામાં યોજાઈ હતી. સભામાં નગરપાલિકાનું વર્ષ 2026-27 માટેનું રૂ.108.45 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું.
બજેટ મુજબ નગરપાલિકાએ રૂ.90.88 કરોડની આવક સામે રૂ.99.70 કરોડના ખર્ચનો અંદાજ દર્શાવ્યો છે. આ સાથે રૂ.8.75 કરોડનું પૂરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું. સાથે જ આ બજેટમાં નવા કોઈ કરવેરા નાંખવામાં આવ્યા નથી. નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે વિવિધ કામોની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં શહેરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ, આઇકોનિક રોડ બનાવવો, શહેરના સર્કલોનું નવીનીકરણ તેમજ શહેરના પ્રવેશદ્વારે એન્ટ્રી ગેટ બનાવવાના કામો હાથ ધરવામાં આવશે.
બીજી તરફ નગરપાલિકાના કથિત લાંચકાંડને લઈને વિપક્ષ કોંગ્રેસે શાસક પક્ષ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસે રજૂ થયેલ બજેટને આંકડાની માયાજાળ ગણાવી વિરોધ નોંધાવ્યો હતો.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અગાઉ આ અંતિમ સામાન્ય સભામાં ચૂંટણીલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં કોઈ અખતરા નથી કરવામાં આવ્યા અને કરવેરા ન વધારી જનતાને પોતાના તરફ કરવાનો શાસકોનો પ્રયાસ લાગી રહ્યો છે.
