અંકલેશ્વરના અંદાડા ગામના બોરિંગ ચોકમાં રહેતા રજનીકાંત રમેશભાઈ પટેલ અને તેઓના પાડોશી દિપાબેન ધર્મેશ પટેલએ પોત પોતાના ઘર પાસે પોતાના બકરાઓ બાંધ્યા હતા. તે સમયે બપોરે અજાણ્યા ઈસમો ત્રાટકી બંને પશુ પાલકોના ચાર બકરા મળી કુલ 20 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ચોરી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી અગાઉ બે આરોપીને ઝડપી પાડ્યા હતા જે બાદ વધુ એક આરોપી ગિરીશ જાયા તળપદાને  નડિયાદ ખાતેથી ઝડપી પાડ્યો હતો.