• સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા એક્શનમાં પોલીસ

  • સુર્યા મરાઠી ગેંગનો સાગરીત જેલહવાલે  

  • 16 ગુનામાં સંડોવાયેલા દીપક કુટેકરની ધરપકડ

  • જુના ઝઘડાનો બદલો લેવા લાવ્યો હતો પિસ્તોલ

  • ગુનેગારોનો ખૌફ ખતમ કરવા SOG ત્રાટકી 

સુરતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે.સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ એક મોટી સફળતા મેળવતા કુખ્યાત ‘સૂર્યા મરાઠી ગેંગ‘ના સક્રિય સભ્ય દીપક કુટેકરની હથિયાર સાથે ધરપકડ કરી છે.

સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કેશન મોડમાં આવી ગઈ છે,અને કુખ્યાત ‘સૂર્યા મરાઠી ગેંગ‘ના સક્રિય સભ્ય દીપક કુટેકરની હથિયાર સાથે ધરપકડ કરી છે.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલ આરોપી દીપક કુટેકર કોઈ સાધારણ ગુનેગાર નથી. તેની વિરુદ્ધ અગાઉ હત્યાની કોશિશ અને NDPS જેવા ગંભીર 16થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તાજેતરમાં જ તેનો રિવોલ્વર વડે હવામાં ફાયરિંગ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેને પગલે પોલીસ તેની પાછળ પડી હતી.

પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી છે કે, વર્ષ 2024માં થયેલા એક ઝઘડાનો બદલો લેવા માટે તે ઉત્તર પ્રદેશથી રૂપિયા 35 હજારમાં આ પિસ્તોલ લાવ્યો હતો. તે કોઈ મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા જ SOG એ બાતમીના આધારે તેને દબોચી લીધો છે.