વડોદરા રેન્જ આઇ.જી.પી. સંદીપ સિંહના અધ્યક્ષ સ્થાને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈ ક્રાઇમ કોન્ફરન્સ યોજાય હતી.રેન્જ ઑફીસ ખાતે ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા કોન્ફરન્સ દરમ્યાન ચૂંટણીને લઈ એક એપ્રિલથી કરાયેલી કામગીરીની સમીક્ષામાં હાજર રહ્યાં હતાં.ચૂંટણીને લઈ ભરૂચ જીલ્લાના 1463 પરવાનાવાળા હથિયારો જમા લેવાયા. 
નાસતા-ફરતા, પેરોલ જમ્પ 3 આરોપી હસ્તગત કરાયા. ભરૂચ જીલ્લા દ્વારા કુલ 397 બિન જામીન લાયક વોરંટની બજવણી કરી કોર્ટ હવાલે કરાયા હતા.ભરૂચ જીલ્લા પોલીસે કુલ 2498 ઇસમો વિરુધ્ધ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન સુલેહ શાંતિ જાળવી રાખવા માટે અટકાયતી પગલા લીધા હતા. પાસા, તડીપાર,પ્રોહીબિશનની કામગીરી હેઠળ 235 ઇસમો વિરુધ્ધ પાકા જામીન લેવાયા હતા. જિલ્લાના માથાભારે 27 તત્વોને તડીપાર જ્યારે 5 સામે પાસા દરખાસ્ત કરાઈ હતી.
આંતર જિલ્લા ચેક પોસ્ટ ઉભી કરી 24 કલાક રાઉન્ડ ધ કલોક બેરીકેડીંગ કરી બોડીવોર્ન કેમેરા અને બ્રેથ એનાલાઇઝર સાથે સતત વાહન ચેકિંગ કરાઈ રહ્યું છે. તમામ ચેક પોસ્ટ પર લાઈટ બેટન, રેડિયમ રીફલેકટરનો ઉપયોગ થઈ રહ્યો છે.વધુમાં ભરૂચ જીલ્લામાં કુલ 392 લિસ્ટેડ બુટલેગર્સ ઉપર રેઈડ તથા પ્રોહીબિશનના કુલ 711 કેસો કરાયા હતા.
જીલ્લામાં કુલ 5 જુગારી ઉપર દરોડો પાડી 15 જુગારના કેસો શોધી કઢાયા હતા.જીલ્લામાં ₹4.94 લાખનો 2471 લીટર દેશી દારૂ અને 2282 બોટલ ₹7.76 લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો હતો. જીલ્લામાં 9 હિસ્ટ્રીશીટર  સામે કાર્યવાહી કરાઈ હતી. કામગીરીની સમીક્ષા બાદ રેન્જ આઇ.જી.પી. દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાય તે સારૂ જરૂરી સુચનો કરાયા હતા.