• સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સભા

  • હિંમતનગર-પ્રાંતિજમાં CM ભૂપેન્ર્સ પટેલે પ્રચાર સભા ગજવી

  • મહેતાપુરામાં ભાજપ કાર્યાલયનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન

  • મુખ્યમંત્રીએ સંગઠનને વધુ મજબૂત બનાવા સંદેશ આપ્યો

  • ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા અપીલ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકીય હલચલ તેજ બની છેત્યારે સાબરકાંઠાના હિંમતનગર અને પ્રાંતિજ વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રચાર સભા ગજવી હતી.

આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાબરકાંઠાના હિંમતનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતા. મહેતાપુરા વિસ્તારમાં પાલિકા વોર્ડ નં. 1માં કાર્યાલયનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બાદમાં મુખ્યમંત્રીએ કાર્યકરો અને આગેવાનોને સંબોધન કરતા સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસના 21 આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાતા રાજકીય સમીકરણોમાં હલચલ જોવા મળી હતી. મહેતાપુરાથી વૈશાલી ગ્રાઉન્ડ નજીક મારુતિ સોસાયટી વિસ્તારમાં મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂર્વ ધારાસભ્ય અને પાલિકાના સ્થાનિક ઉમેદવારોએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીએ સ્વામિનારાયણ મંદિરે પ્રબુદ્ધ આગેવાનો સાથે બેઠક યોજી અને વિવિધ સમાજના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ હડિયોલ રોડ પર આવેલ ખાનગી પાર્ટી પ્લોટમાં વિશાળ જાહેર સભા યોજાય હતી. જેમાં જિલ્લા પંચાયતતાલુકા પંચાયત અને નગરપાલિકા ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરવામાં આવી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી પ્રાંતિજના સલાલ ગામે પહોંચ્યા હતાજ્યાં તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણીને લઈને વધુ પ્રચાર સભા યોજાય હતી.