-
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
-
ભાજપ દ્વારા આયોજન કરાયું
-
કાર્યકર્તા સંમેલન યોજાયું
-
મંત્રી ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત
-
કોંગ્રેસ પર કરાયા પ્રહાર
ભરૂચના કોલેજ રોડ પર ભાજપ દ્વારા કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચની ભોલાવ જિલ્લા પંચાયત બેઠક તથા જિલ્લા પંચાયતમાં સમાવિષ્ટ તાલુકા પંચાયતની બેઠકો માટે ભાજપ દ્વારા કાર્યકર્તા સંમેલનનું ભવ્ય આયોજન કોલેજ રોડ પર આવેલ 7X બિઝનેસ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, આગેવાનો તથા સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી.આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલ,ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપના આગેવાન નિરલ પટેલ, ધર્મેશ મિસ્ત્રી તેમજ વિવિધ બેઠકના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનો દ્વારા સંગઠન મજબૂત બનાવવાના, વિકાસ કાર્યોને વેગ આપવા અને ગ્રામ્ય સ્તરે જનસેવા વધારવાના મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે જ કોંગ્રેસની નિતિઓની આકરી ટીકા કરવામાં આવી હતી.
