-
ભરૂચના આમોદમાં આયોજન
-
વહીવટી તંત્ર દ્વારા આયોજન
-
ઇવીએમના ઉપયોગ અંગે માર્ગદર્શન અપાયું
-
ઉમેદવારો રહ્યા ઉપસ્થિત
-
અધિકારીઓએ પ્રશ્નોના જવાબ આપ્યા
ભરૂચ: આમોદમાં તંત્ર દ્વારા ઉમેદવારોને EVMના ઉપયોગ અંગે અપાયું માર્ગદર્શન
ભરૂચના આમોદમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા ઉમેદવારોને ઇવીએમના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું..... ગુજરાત | ભરૂચ | સમાચાર
ભરૂચના આમોદમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમોદ મામલતદાર કચેરી ખાતે ચૂંટણી પ્રક્રિયાની મહત્વપૂર્ણ તૈયારી કરવામાં આવી હતી. આ અવસરે મામલતદાર તથા ચૂંટણી અધિકારી દ્વારા ઈવીએમ (EVM) મશીનના ઉપયોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ઉમેદવારોને મતદાન પ્રક્રિયા કેવી રીતે કરવી, ઈવીએમ મશીનમાં મત કેવી રીતે નોંધવો, તેમજ મતદાન દરમિયાન રાખવાની જરૂરી તકેદારી અંગે વિગતવાર સમજ આપવામાં આવી.
આ તાલીમનો મુખ્ય હેતુ ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને સુચારૂ બનાવવાનો હતો.આ કાર્યક્રમમાં વિવિધ રાજકીય પક્ષોના તેમજ અપક્ષ ઉમેદવારો ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા અને ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતી મેળવી હતી. ઉમેદવારો દ્વારા પણ વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેના યોગ્ય જવાબો ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવ્યા હતા.
