• સુરતમાં જોવા મળ્યું લોકશાહીનું અનોખું ચિત્ર

  • કિડનીની બીમારીથી પીડાતા દર્દી એમ્બ્યુલન્સમાં મતદાન કરવા પહોંચ્યા

  • હોસ્પિટલના બિછાનેથી બુથ સુધી પહોંચી ઉમેશભાઈએ કર્યું મતદાન

  • 5 દિવસથી હોસ્પિટલમાં દાખલ દર્દીની અદમ્ય ઈચ્છાશક્તિ,

  • નાજુક હાલતમાં પણ લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ નિભાવી 

લોકશાહીના મહાપર્વમાં આજે સુરતથી એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક તરફ લોકો રજા ગણીને ઘરમાં બેસી રહે છેત્યાં બીજી તરફ હોસ્પિટલમાં દાખલ એક દર્દીએ પોતાની નાજુક હાલતમાં પણ મતદાન મથકે પહોંચીને સૌના માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સુરતના વોર્ડ નંબર 4 માં આવેલા બુથ નંબર 24 પર દ્રશ્યો કંઈક અલગ જ હતા.અહીં એક એમ્બ્યુલન્સ આવી પહોંચીપણ કોઈ ઈમરજન્સી માટે નહીંપરંતુ એક નાગરિકની મતદાન કરવાની ઈચ્છા પૂરી કરવા માટે.

કિડનીની ગંભીર બીમારીથી પીડાતા ઉમેશભાઈ મિશ્રા છેલ્લા પાંચ દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જોકેઆજે મતદાન હોવાથી તેમણે હોસ્પિટલ પ્રશાસન પાસે મતદાન કરવાની જીદ પકડી હતી. દર્દીની આસ્થા અને ઉત્સાહ જોઈને ડોક્ટરોની ટીમે પણ પૂરતા મેડિકલ ચેકઅપ બાદ એમ્બ્યુલન્સની સુવિધા કરી આપી હતી.

તબીબોની ટીમ સાથે ઉમેશભાઈ સ્ટ્રેચર પર મતદાન મથક સુધી ગયા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમની આ સ્થિતિ જોઈને ત્યાં હાજર અન્ય મતદારો પણ અભિભૂત થઈ ગયા હતા. ઉમેશભાઈએ સંદેશ આપ્યો છે કે જો મનમાં મક્કમતા હોયતો બીમારી પણ તમને તમારી ફરજ નિભાવતા રોકી શકતી નથી.