-
વડગામના થલવાડામાં લોહિયાળ જંગ
-
ગંદકી બાબતે ઠપકો આપતા વૃદ્ધની હત્યા
-
સોરમભાઈ સિપાઈની હત્યાથી ચકચાર
-
ન્યાય નહીં તો અંતિમ સંસ્કાર નહીં
-
સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી
બનાસકાંઠાના વડગામ તાલુકાના થલવાડા ગામે નજીવી બાબતે એક વૃદ્ધની હત્યાથી પરિજન અને સમાજના લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે,અને જ્યાં સુધી હુમલાખોરો ન પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.
બનાસકાંઠાના વડગામ તાલુકાના થલવાડા ગામે નજીવી બાબતે અત્યંત આઘાતજનક હત્યાની ઘટના સર્જાય હતી. 65 વર્ષીય સોરમ સિપાઈ પર ત્રણ શખ્સોએ પાઇપ વડે હુમલો કર્યો હતો, જેના કારણે તેમનું કરુણ મોત નીપજ્યું છે.જાણવા મળ્યા મુજબ મટન શોપની ગંદકી અને પક્ષીઓના પીંછા ઉડીને પશુઓના ઘાસચારામાં આવતા હતા. આ બાબતે સોરમભાઈએ રજૂઆત કરતા ત્રણ શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને પાઈપો વડે જીવલેણ હુમલો કર્યો હતો.
ગંભીર ઈજાઓ થવાને કારણે સોરમભાઈનું મોત નીપજ્યું હતું.અને હત્યાના સમાચાર મળતા જ સિપાઈ સમાજના અગ્રણીઓ અને પરિજનો મોટી સંખ્યામાં વડગામ સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા.ઘટનાને પગલે પરિવાર અને સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો.પરિજનોએ ચીમકી આપી છે કે જ્યાં સુધી હુમલો કરનારા તમામ આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં.જોકે સ્થાનિક પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.
