ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
બાળ વિકાસ કચેરી દ્વારા આયોજન
મહિલા રોજગાર મેળો યોજાયો
અધિકારીઓ દ્વારા અપાયું માર્ગદર્શન
મહિલાઓએ લીધો લાભ
ભરૂચ જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી તેમજ જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરોજગાર અને રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં મહિલાઓએ લાભ લીધો હતો.
ભરૂચમાં મહિલાઓને આત્મનિર્ભરતા તરફ પ્રોત્સાહિત કરવા માટે ‘મહિલા સ્વરોજગાર તથા રોજગાર મેળા’નું આયોજન રોટરી હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભરૂચ જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી તેમજ જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો, તેમને સ્વરોજગાર તરફ પ્રેરિત કરવાનો તેમજ વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રોજગાર તકો વિશે માર્ગદર્શન આપવાનો રહ્યો હતો. મેળામાં વિવિધ ખાનગી અને સરકારી ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા,જેઓએ મહિલાઓને તેમની લાયકાત અનુસાર રોજગાર ની તકો વિશે માહિતી આપી હતી.
આ પ્રસંગે દહેજ પ્રતિબંધિત સ્વરક્ષણ અધિકારી પ્રિતેશ વસાવા, જિલ્લા મહિલા અને બાળ અધિકારી કાશ્મીરા સાવંત સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.મેળા દરમિયાન રોજગાર મેળવવા ઇચ્છુક મહિલાઓને વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ નોકરીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ કેટલીક કંપનીઓ દ્વારા સ્થળ પર જ પ્રાથમિક પસંદગી અને ઇન્ટરવ્યુ પ્રક્રિયા પણ હાથ ધરાઈ હતી.
