અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ હાઇસ્કુલ  ખાતે બેઇલ  કંપનીના સહયોગથી  પર્યાવરણની  જાળવણી તથા ભીના કચરાનું વ્યવસ્થાપન કરવાના હેતુસર કંપોસ્ટિંગ પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે.આ  કંપોસ્ટિંગ પ્લાન્ટનું લોકાર્પણ  સમાજસેવિકા મીરાબેન પંજવાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.

Ankleshwar Swami Vivekananda School

કમ્પોસ્ટિંગ પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે સંસ્થાના સેક્રેટરી ડો. મહેન્દ્ર પંચાલ, ઉપપ્રમુખ  હરીશ જોશી, રૉટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પબ્લિક ઈમેજ ચેર અને રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક ગજેન્દ્ર પટેલ, ડોક્ટર રેખા પંચાલ, બેઇલ  કંપનીના વાઈસ  પ્રેસિડન્ટ ગૌતમ અગ્રવાલ, પ્રોજેક્ટ ઓફિસર પ્રાચી પટેલની ઉપસ્થિતિમાં આ પ્રોજેક્ટને સમયની જરૂરિયાત અને  પર્યાવરણની જાળવણી માટે તથા સ્વચ્છતા માટે અનિવાર્ય ગણાવ્યો હતો. આ પ્રસંગે આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા  શાળાના, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.