• ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી છે સ્કૂલ

  • અદ્વૈત વિદ્યાનિકેતન શાળામાં યોજાયો કાર્યક્રમ

  • વિદ્યાર્થીઓનું કરવામાં આવ્યું સન્માન

  • ધોરણ 12 સાયન્સમાં કર્યો ઉત્કૃષ્ટ દેખાવ

  • શાળા પરિવાર રહ્યો ઉપસ્થિત

ભરૂચના ભોલાવમાં આવેલી અદ્વૈત વિદ્યાનિકેતન સ્કૂલના 55 છાત્રોએ સોમવારે જાહેર થયેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટના પરિણામમાં ઝળહળતી સફળતા મેળવી છે.આજે મંગળવારે અદ્વૈત વિદ્યાનિકેતન ખાતે વિધાર્થીઓની આ સિદ્ધિને વધાવવા અભિવાદન કાર્યકમનું આયોજન કરાયું હતું. જેમાં ડિરેકટર વિકાસ ત્રિવેદી, સેકન્ડરી સેક્શનના પ્રિન્સીપાલ પિયુષ પટેલ, અંગ્રેજી માધ્યમના આચાર્યા ધરા ત્રિવેદી, ગુજરાતી માધ્યમના આચાર્ય રોનિક પાનસૂરિયા સહિત સ્ટાફ, પરિવાર અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. 
ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કરનાર તેજસ્વી તારલાઓને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા હતા. અદ્વૈત સાયન્સ પરિવારના તમામ શિક્ષકોએ ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર બાળકોને વધાવી ખુશાલી વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા.ધોરણ 12 સાયન્સમાં શાળાના 7 વિદ્યાર્થીઓએ મેરીટ એ1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 17 છાત્રોએ ગુજકેટની પરીક્ષામાં 120 માંથી 100 થી વધુ ગુણ હાંસલ કર્યા છે. જ્યારે 38 વિધાર્થીઓએ ગુજકેટમાં 90 થી વધારે માર્ક્સ મેળવ્યા છે.