• ચૌટા બજાર સ્થિત ભક્તિમય માહોલ સર્જાયો

  • શ્રી અંબાજી મંદિરનો 59મો પાટોત્સવ ઉજવાયો

  • માતાજીના સાનિધ્યમાં ભક્તોએ લીધો લાભ

  • યજ્ઞ વિધિ અને મહાપ્રસાદીનું ભવ્ય આયોજન

  • માતાજીના સાનિધ્યમાં ભક્તોએ લીધો ધર્મલાભ

અંકલેશ્વર શહેરના પ્રાચીન અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન ચૌટા બજારમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. શ્રી માર્કંડેશ્વર મહાદેવ અને શ્રી અંબાજી મંદિરના ભક્તગણ દ્વારા મંદિરના 59મા પાટોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વરના હાર્દ સમાન ચૌટા બજારમાં આવેલા આ પૌરાણિક મંદિરમાં આજે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી.59મા પાટોત્સવના આ પવિત્ર અવસરે સવારે 10 કલાકે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે યજ્ઞ વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મંત્રોચ્ચાર સાથે આહુતિ આપી વાતાવરણને પવિત્ર અને ભક્તિમય બનાવવામાં આવ્યું હતું.

ધાર્મિક કાર્યક્રમોની આ શૃંખલામાં મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ભક્તોએ માર્કંડેશ્વર મહાદેવ અને માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા મંદિરના ટ્રસ્ટીગણ અને સ્થાનિક ભક્તોએ ભારે જહેમત ઉઠાવી હતી. આમ59 વર્ષથી ચાલી આવતી આ પરંપરા મુજબ આ વર્ષે પણ પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવીજેનાથી અંકલેશ્વરનું વાતાવરણ શિવ-શક્તિના નાદથી ગુંજી ઉઠ્યું હતું.