-
દાંડિયા બજાર વિસ્તાર સ્થિત ભૃગુઋષિ મંદિરે આયોજન
-
શ્રી સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ દ્વારા સુંદર આયોજન કરાયું
-
તા. 16 મે’ના રોજ શનિદેવ જન્મોત્સવની ઉજવણી કરાશે
-
મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું
-
ધર્મપ્રેમી જનતાને મહોત્સવમાં સહભાગી થવા આમંત્રણ
ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તાર સ્થિત ભૃગુઋષિ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સથવારે શનિ જન્મોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તાર સ્થિત શ્રી સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ સંચાલિત શ્રી શનિદેવ મંદિર અને ભૃગુઋષિ મંદિર ખાતે આગામી તારીખ 16 મે 2026’, શનિવારના રોજ વૈશાખ વદ અમાસ નિમિત્તે શનિદેવ જન્મોત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવશે. આ પાવન અવસરે શનિદેવના દર્શનનો સમય સવારે 6થી રાત્રે 10વાગ્યા સુધી રહેશે. ઉત્સવ દરમિયાન સવારે 6:30 કલાકે મંગળા આરતી, બપોરે 12 કલાકે મધ્યાહન આરતી અને સાંજે 7 કલાકે સંધ્યા આરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જન્મોત્સવના મુખ્ય આકર્ષણરૂપે બપોરે 3થી 6 કલાક દરમિયાન ‘શનિયાગ’ હોમ-હવન યોજાશે. ત્રિકાળ આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોની સાથે ભક્તો માટે સવારે અલ્પાહાર અને પંચામૃત પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે સાંજે ભવ્ય મહાપ્રસાદીનું પણ આયોજન છે. ભાર્ગવ પંચ ટ્રસ્ટ દ્વારા ભરૂચના તમામ ધર્મપ્રેમી જનતાને આ મહોત્સવમાં સહભાગી થઈ દર્શન અને પ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
બાઇટ :
