ભરૂચના ટંકારીયા-કંબોલી રોડ પર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ વાન અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય કેટલાક લોકોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.
અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ટીમ અને 108 એમ્બ્યુલન્સ પણ સ્થળ પર પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને મૃતકની ઓળખ અંગે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
