સમાજવાદી પાર્ટીના દિવંગત નેતા મુલાયમસિંહ યાદવના નાના પુત્ર અને અખિલેશ યાદવના ભાઈ પ્રતિક યાદવનું નિધન થયું છે,બુધવારે લખનૌમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 38 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહેનારા પ્રતીક યાદવ ઘણા દિવસોથી બીમાર હતા.પ્રતીક રાજકીય પરિવારમાંથી આવતા હતાપરંતુ તેઓ પોતે રાજકારણથી દૂર રહેતા હતા. તેઓ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સક્રિય હતા. આ ઉપરાંત તેઓ જિમ અને ફિટનેસ સેન્ટર બિઝનેસ સાથે પણ જોડાયેલા હતા. તેમની સંપત્તિ કરોડોમાં હોવાનું કહેવાય છે.

એક મોટા રાજકીય પરિવારમાંથી આવતા હોવા છતાં પ્રતીક યાદવે હંમેશા રાજકારણથી અંતર જાળવી રાખ્યું હતું. લંડનની લીડ્સ યુનિવર્સિટીમાંથી MBA કર્યા બાદ તેમણે પોતાનું કરિયર રિયલ એસ્ટેટ અને ફિટનેસ ક્ષેત્રે બનાવ્યું હતું. તેમના પત્ની અપર્ણા યાદવ ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને હાલમાં ઉત્તર પ્રદેશ રાજ્ય મહિલા આયોગના ઉપાધ્યક્ષ તરીકે કાર્યરત છે. પ્રતીક યાદવ લાંબા સમયથી સામાજિક મેળાવડાથી દૂર હતાપરંતુ પરિવારમાં તેઓ સૌના પ્રિય હતા.