અંકલેશ્વરમાં નોટીફાઇડ એરિયા ઓથોરિટી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળની સિક્યુરિટી વેન દ્વારા પાર્ક કરેલી કારને ટક્કર માર્યાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટના જીઆઈડીસીમાં આવેલી સાઈનાથ સોસાયટીમાં બની હતી.અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
સામે આવેલા ફૂટેજમાં વેન કારને ટક્કર માર્યા બાદ પણ ચાલક વાહન રોક્યા વિના ત્યાંથી નીકળી જતો જોવા મળે છે.આ અકસ્માતમાં કારને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર ઘટના રાત્રિના સમયે પેટ્રોલિંગ દરમિયાન બની હતી. સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
