આપત્તિ વ્યવસ્થાપન અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને ભરૂચ શહેર તથા જિલ્લામાં ભારે વરસાદ દરમ્યાન આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર દ્વારા ‘રાઉન્ડ-ધી-ક્લોક’ 24 કલાક કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે.
ભરૂચ શહેર તથા જીલ્લામાં સતત 2 દિવસથી વરસી રહેલા અવિરત વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતીનું નિર્માણ થયું છે. તો બીજી તરફ, નીચાણવાળા વિવિધ વિસ્તારોમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાય છે, ત્યારે અનરાધાર વરસાદ વચ્ચે ભરૂચ જીલ્લામાં કટોકટીની સ્થિતિમાં વહીવટી તંત્ર દ્વારા 24 કલાક કાર્યરત કંટ્રોલરૂમ નંબર (૦૨૬૪૨) ૨૪૨૩૦૦ / ૨૪૦૫૯૯ અને હેલ્પલાઇન નંબર ૧૦૭૭ જાહેર કરવામાં આવ્યો છે. જેના પર સંપર્ક કરી લોકો મદદ મેળવી શકાશે.
વધુમાં જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા પણ કંટ્રોલ રૂમ કાર્યરત છે. જેમાં જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ નંબર (૦૨૬૪૨) ૨૨૩૩૦૩, ડીજીવીસીએલ – ૯૮૭૯૨૦૦૨૩૭૭, માર્ગ મકાન વિભાગ (સ્ટેટ) (૦૨૬૪૨)-૨૬૧૩૯૪, ફાયર બ્રિગેડ ભરૂચ, (૦૨૬૪૨-૨૨૦૧૫૧) ૨૨૦૧૫૧, નાયબ વન સંરક્ષક-ભરૂચ (૦૨૬૪૨) ૨૬૯૦૬૫ ઉપર સંપર્ક કરી શકાશે. આ જ પ્રકારે દરેક તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી ખાતે ચોમાસુ કંટ્રોલ રૂમ કાર્યરત છે. જેમાં મામલતદાર કચેરી ભરૂચ શહેર (૦૨૬૪૨) ૨૪૩૫૩૬, ભરૂચ ગ્રામ્ય મામલતદાર કચેરી (૦૨૬૪૨) ૨૪૩૫૩૬, વાગરા મામલતદાર કચેરી (૦૨૬૪૧) ૨૨૫૨૨૧, અંકલેશ્વર મામલતદાર કચેરી (૦૨૬૪૬) ૨૨૪૬૦૩, હાંસોટ મામલતદાર કચેરી (૦૨૬૪૬) ૨૬૨૦૨૬, જંબુસર મામલતદાર કચેરી (૦૨૬૪૪) ૨૨૦૦૭૦, આમોદ મામલતદાર કચેરી (૦૨૬૪૧) ૨૪૫૦૪૦ ઝઘડીયા મામલતદાર કચેરી(૦૨૬૪૫) ૨૨૦૦૩૯, નેત્રંગ મામલતદાર કચેરી (૦૨૬૪૩) ૨૭૦૬૨૩, વાલિયા મામલતદાર કચેરી (૦૨૬૪૩) ૨૮૨૩૩૮ કંટ્રોલરૂમ નંબર પર આપાતકાલીન પરિસ્થિતિમાં સંપર્ક કરીને મદદ મેળવી શકાશે.
હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને ફાયર વિભાગ એલર્ટ મોડ પર છે, અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. તો બીજી તરફ, ભારે વરસાદ અને પૂરની સ્થિતિમાં લોકોને અફવા તરફ ન દોરવવું તે માટે પણ વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
