કર્ણાટકના અનેકલમાં પેઇંગ ગેસ્ટ (PG) આવાસમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ થતાં 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમાંથી 8 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી અનુસાર, કર્ણાટકના અનેકલના બોમ્માસંદ્રામાં પેઇંગ ગેસ્ટ (PG) સુવિધામાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ થતાં 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમાંથી 8 લોકોની હાલત ગંભીર હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઘાયલોમાં મોટાભાગના પશ્ચિમ બંગાળ અને બિહારના સ્થળાંતરિત કામદારો છે. બનાવના પગલે ફાયર અને ઇમરજન્સી સેવાના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી જઈ આગ પર કાબૂ મેળવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, PG સુવિધા ભીડભાડથી ભરેલી હતી, અને તેમાં પૂરતા સલામતીના પગલાંનો અભાવ હતો. કેસ નોંધવામાં આવ્યો છે, અને PG જરૂરી મંજૂરીઓ વિના અને સલામતીના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું હતું કે, કેમ તે માટે વધુ તપાસ ચાલી રહી છે.
