અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત જલારામ નગર સ્થિત એસ.વી.ઈ.એમ ગુજરાતી માધ્યમ સ્કુલ ખાતે ગુરુપૂર્ણિમા તેમજ ગૌરી વ્રત ઉત્સવની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણીના ભાગરૂપે પૂર્વ પ્રાથમિક તેમજ પ્રાથમિક વિભાગમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ફ્રુટ ડેકોરેશન, ટોપલી શણગાર, ફૂલોની રંગોળી, તોરણ મેકિંગ ,હેર સ્ટાઈલ ,કાર્ડ મેકિંગ વગેરેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને દીપાવ્યો હતો.




શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા તેમજ સુપરવાઇઝર સ્વાતિબેન દીક્ષિતના માર્ગદર્શન હેઠળ તેમજ શિક્ષકોના સથવારે ધોરણ 3 ની વિદ્યાર્થીનીઓએ ગૌરી વ્રતના મહાત્મય દર્શાવતું અભિનય ગીત રજૂ કર્યું હતું, જયારે ધોરણ 6 ની વિદ્યાર્થીનીઓએ ગુરુભક્તિ દર્શાવતું અભિનય ગીત રજૂ કર્યું હતું. ભારતીય સંસ્કૃતિમાં ગુરુને ભગવાન સમાન ગણવામાં આવ્યા છે આ જ સુંદર ભાવનાને રજૂ કરતા ધોરણ 6 ના વિદ્યાર્થીઓએ ગુરુ ભક્તિનું સુંદર નાટક રજૂ કર્યું હતું. શાળાના શિક્ષક તુષારભાઈએ ગુરુપૂર્ણિમાનું મહત્વ વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન બિનલબેન ગાંધીએ કર્યું હતું.
