મંગળવારે લોકસભામાં પેપર લીક વિરોધી બિલ પર ચર્ચા શરૂ થઈ હતી અને બુધવારે પણ યથાવત રહી હતી. લોકસભામાં રાહુલ ગાંધીએ આ મુદ્દે સંબોધન કર્યું હતું, રાજ્યસભામાં પણ ચર્ચા થઈ હતી. જો કે લોકસભામાં કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સભ્યોએ હોબાળો મચાવ્યો હતો, જેના કારણે ગૃહ બપોરે 12:00 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું. બિલ પર ચર્ચા બપોરે 12:00 વાગ્યે ફરી શરૂ થઈ હતી, જે બાદ 2 વાગે પાછી સ્થગિત થઇ અને 2.30 કલાકે શરૂ થઈ હતી. જો કે થોડા જ સમયમાં 3 વાગ્યા સુધી સ્થગિત થઇ ગઇ હતી.

બપોરે 3 વાગે લોકસભામાં ચર્ચા દરમિયાન આ બિલ પાસ કરવામાં આવ્યું હતું.  ડો. જીતેન્દ્ર સિંહે લોકસભામાં પેપર લીક વિરોધી બિલ પરની ચર્ચાનો જવાબ આપ્યો હતો. ત્યારબાદ, વિપક્ષના હોબાળા વચ્ચે બિલ સુધારા સાથે પસાર કરવામાં આવ્યું હતું. તે લોકસભામાં ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. એન્ટી પેપર લીક બિલ હોબાળા વચ્ચે લોકસભામાં પસાર થયું હતું.

આ પહેલા, બિલ પર ચર્ચા દરમિયાન, રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા,દેશની શિક્ષણ પ્રણાલી પર સવાલ ઉઠાવતા, તેમણે આરોપ લગાવ્યો હતો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મુખ્ય શૈક્ષણિક સંસ્થાઓને નિયંત્રિત કરે છે.