ભરૂચના બંબુસર ગામે આયોજન
અસરગ્રસ્ત ખેડૂતોની યોજાઈ બેઠક
જેટકોની ટ્રાન્સમિશન લાઈનનો વિરોધ
જી.આર.ખેડૂત વિરોધી હોવાના આક્ષેપ
મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા
ભરૂચ તાલુકાના બંબુસર ગામે જેટકોની ટ્રાન્સમિશન લાઇન સામે ખેડૂતોએ વિરોધ વ્યકત કર્યો હતો.ખેડતોની બેઠક યોજાઈ હતી જેમાં આગળની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી
ભરૂચ તાલુકાના બંબુસર ગામે જેટકો કંપનીની ટ્રાન્સમિશન લાઇનના વિરોધમાં ખેડૂતોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં બંબુસર ઉપરાંત આસપાસના ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા.
બેઠક દરમિયાન ખેડૂતો દ્વારા સરકારના જી.આર.ને ખેડૂત વિરોધી ગણાવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા જી.આર. અંગે સાચી અને સંપૂર્ણ માહિતી આપવામાં આવી રહી નથી, જેના કારણે ખેડૂતોમાં અસંતોષ વ્યાપી રહ્યો છે.ખેડૂતોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી જી.આર. અંગે સ્પષ્ટતા કરવામાં નહીં આવે અને ખેડૂતોને સાચી માહિતી આપવામાં નહીં આવે, ત્યાં સુધી ટ્રાન્સમિશન લાઇનના કામનો વિરોધ ચાલુ રહેશે. સાથે જ ખેડૂતો સરકારના નિર્ણય સામે કાયદેસર અને લોકશાહી રીતે લડત આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
