અંકલેશ્વરમાં વંદે ભારત ટ્રેનને અપાયું સ્પેશિયલ સ્ટોપેજ

વંદે ભારત ટ્રેનમાં અમદાવાદ પહોંચ્યું ધબકતું હૃદય

22 વર્ષીય અતુલ પટેલના પરિવારનો મહાન નિર્ણય

બ્રેઈનડેડ યુવકના અંગોનું કરાયું દાન  

અંગદાનથી 6 લોકોને મળ્યું નવજીવન

અંકલેશ્વરમાં અંગ દાનની ઘટના બાદ ઇતિહાસ રચાયો હતો,એક માનવ હૃદયને સમયસર અમદાવાદ પહોંચાડવા માટે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને અંકલેશ્વર રેલવે સ્ટેશન પર વિશેષ સ્ટોપેજ આપવામાં આવ્યું હતું.અને ધબકતું હૃદય અમદાવાદ સુરિક્ષત રીતે પહોંચાડવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના અલવા ગામના 22 વર્ષીય અતુલ પટેલ માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં બ્રેઈનડેડ જાહેર કરાયા હતા. દુઃખની આ ક્ષણમાં રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ‘ડોનેટ લાઈફ’ ટીમના માર્ગદર્શન હેઠળ પરિવારે અતુલના અંગદાનનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો.

પરિવારના આ મહાન નિર્ણયથી હૃદય, લિવર, બે કિડની, સ્વાદુપિંડ અને ચક્ષુઓનું દાન કરી 6 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે. હૃદયને વંદે ભારત ટ્રેન દ્વારા અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ અને અન્ય અંગોને IKDRC સુધી પહોંચાડવા માટે ભરૂચ પોલીસના સંકલનથી બે ગ્રીન કોરિડોર પણ બનાવવામાં આવ્યા હતા.

“અમારો અતુલ હવે પાછો નહીં આવે, પણ તેના અંગોથી અન્યને જીવન મળે એ જ મોટી માનવસેવા છે” – પરિવારના આ શબ્દો આજે લાખો લોકો માટે પ્રેરણા બન્યા છે.