અંકલેશ્વર જીઆઈડીસીમાં બન્યો હતો બનાવ

પૂર્ણિમા કેમિકલ કંપનીમાં થઇ હતી ચોરી

ઈકેક્ટ્રિક સમાનની ચોરી કરવામાં આવી હતી

પોલીસે ગણતરીના સમયમાં ભેદ ઉકેલ્યો

3 ઇસમોની પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ પૂર્ણિમા કેમિકલ્સ કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા.

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ પૂર્ણિમા કેમિકલ્સ કંપની હાલ બંધ હાલતમાં છે.જે કંપનીને તસ્કરોએ નિશાન બનાવી હતી.તસ્કરો દીવાલ કુદી અંદર પ્રવેશ કરી સ્ટ્રોર રૂમમાં રહેલ 5 મોટર અને એસ.એસ.ની પાઈપના ટુકડા મળી કુલ 32 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં અંકલેશ્વરના સારંગપુર ગામના શાંતિ નગરમાં રહેતો સહદાબ અહમદ ખુરશીદ અહમદ,સમીરખાન ફરીદખાન અને આસિફ નિઝામુદ્દીન અંસારીને સારંગપુર ગામના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.