અંકલેશ્વર સ્થિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આચાર્ય ડૉ. જી. કે. નંદાના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અને ઉન્નત ભારત અભિયાન (UBA)ના સંયુક્ત ઉપક્રમે જિનવાલા હાઈસ્કૂલ કેમ્પસ ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન આચાર્ય ડૉ. જી. કે. નંદા, કોલેજના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભારતના નિર્માણનો સંદેશ આપ્યો હતો.
ઉપસ્થિત સૌએ વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર અને તેનું જતન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.કાર્યક્રમના સફળ આયોજનમાં એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડૉ. નિશા વસાવા, ડૉ. જગદીશ કંથારિયા તથા ઉન્નત ભારત અભિયાનના કો-ઓર્ડિનેટર ડૉ. જયશ્રી ચૌધરી અને પ્રો. મોન્ટુ પરમારે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
