ગુજરાત પ્રવાસનને મળ્યો વૈશ્વિક સિદ્ધિનો ખિતાબ
રાણી કી વાવના 3D પ્રોજેક્શન મેપિંગ-શોને મળ્યો ગોલ્ડ એવોર્ડ
17મા ‘WOW એવોર્ડ્સ એશિયા 2026’માં ગોલ્ડ એવોર્ડ મેળવ્યો
પ્રાચીન સ્થાપત્ય અને આધુનિક ટેકનોલોજીનો અદભુત સંગમ સર્જાયો
દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર
પાટણની વિશ્વ પ્રસિદ્ધ ‘રાણકી વાવ’ ખાતે શરૂ કરાયેલા 3D પ્રોજેક્શન મેપિંગ અને હેરિટેજ લાઈટિંગ શોએ 17મા ‘WOW એવોર્ડ્સ એશિયા 2026’માં ગોલ્ડ એવોર્ડ મેળવીને વૈશ્વિક સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
પાટણની વિશ્વ પ્રસિદ્ધ ‘રાણકી વાવ’ ખાતે શરૂ કરાયેલા 3D પ્રોજેક્શન મેપિંગ અને હેરિટેજ લાઈટિંગ શોએ 17મા ‘WOW એવોર્ડ્સ એશિયા 2026’માં ગોલ્ડ એવોર્ડ મેળવીને વૈશ્વિક સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ અને રૂપિયા 100ની ચલણી નોટ પર સ્થાન ધરાવતી આ વાવમાં પ્રાચીન સ્થાપત્ય અને આધુનિક ટેકનોલોજીનો અદભુત સંગમ સર્જાયો છે, જે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.11મી સદીની સોલંકીકાલીન આ ધરોહરને ઈમર્સિવ ટેકનોલોજીથી સજ્જ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરના સર્વોચ્ચ ‘ગોલ્ડ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવી છે.
રાણી ઉદયમતી અને રાજા ભીમદેવ પ્રથમની અજોડ પ્રેમગાથા તથા સોલંકી વંશનો ભવ્ય ઇતિહાસ આ લાઈટ એન્ડ સાઉન્ડ શો દ્વારા જીવંત થઈ ઊઠે છે.
યુનેસ્કો હેરિટેજ અને સ્વચ્છ પ્રવાસન સ્થળનો દરજ્જો ધરાવતી રાણકી વાવ, આધુનિક ટેકનોલોજીના સંગમથી રાજ્યના સાંસ્કૃતિક પ્રવાસનને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈએ પહોંચાડી રહી છે.
