ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

મહિલા કોંગ્રેસ દ્વારા કરાયુ આયોજન

વિરોધ પ્રદર્શન યોજાયું

મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન

ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર

ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન યોજાયું હતું જેમાં ભાજપ સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કરાયા હતા

ભરૂચમાં સતત વધી રહેલી મોંઘવારીના વિરોધમાં જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.પાંચબત્તી વિસ્તારમાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં મહિલા કોંગ્રેસની બહેનોએ ખાંડ, ગોળ સહિત વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓના વધતા ભાવ સામે વિરોધ નોંધાવ્યો હતો.મહિલાઓ શાકભાજી સહિતની વિવિધ ચીજવસ્તુઓ સાથે પાંચબત્તી ખાતે એકત્ર થઈ હતી અને મોંઘવારીને લઈને સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.આ વિરોધ પ્રદર્શનમાં ભરૂચ શહેર તેમજ તાલુકા કોંગ્રેસની મહિલા આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.મહિલા કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે રોજબરોજની જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતાં સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોના બજેટ પર તેની સીધી અસર પડી રહી છે.મોંઘવારી પર અંકુશ લાવી સામાન્ય જનતાને રાહત આપવાની માંગ સાથે મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.