ભરૂચ સમસ્ત માલધારી સમાજ અને ગરુડ સેના દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી થનાર છે. આગામી ચાર સપ્ટેમ્બરના રોજ કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે જેમાં તુલસીધામ રાધાકૃષ્ણ સોસાયટી ખાતે સાંજે સાંજે 7:00 કલાકે ભગવાન શ્રીકૃષ્ણની ભવ્ય શોભાયાત્રા બેન્ટ વાજા સાથે રસ ગરબા સહિત હુડિ રાસ ગરબા અને નૃત્ય સાથે ભવ્ય શોભાયાત્રા સાંજે 7:00 કલાકે તુલસીધામ રાધાકૃષ્ણ સોસાયટી પાસે સાધુ સંતોની ઉપસ્થિતિમાં આરતી પૂજન કર્યા બાદ શોભાયાત્રાનો પ્રારંભ કરાશે.જે શોભાયાત્રા સાંજે 11 કલાકે ઝાડેશ્વર બસ સ્ટેશન ખાતે પહોંચશે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેમાં રાસ ગરબા લાકડી રાસ સહિત મટકી ફોડ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. બરાબર 12ના ટકોરે ભગવાનને પારણે ઝુલાવી મહાઆરતી સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યું છે.ભરૂચની જનતાને ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવમાં સહભાગી થવા આયોજકો દ્વારા આમંત્રણ પાઠવાયુ છે.
ભરૂચ: માલધારી સમાજ દ્વારા ચોથી સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમીના પર્વની કરાશે ઉજવણી
