રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી અને રોટરેક્ટ ક્લબ ઓફ નર્મદા નગરી દ્વારા અનુભૂતિ હોમિયોપેથીક ક્લિનિક, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તથા ત્રિનેત્ર આઈ સેન્ટર અંકલેશ્વરના સહયોગથી પારખેત ગામ ખાતે મેગા નિઃશુલ્ક હોમિયોપેથીક અને આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેમ્પમાં ગ્રામજનોને વિવિધ આરોગ્ય સેવાઓનો નિઃશુલ્ક લાભ આપવામાં આવ્યો હતો. કેમ્પ દરમિયાન 36 યુનિટ રક્તદાન, 200થી વધુ આંખોની તપાસ, 165 લાભાર્થીઓને નિઃશુલ્ક ચશ્માનું વિતરણ તથા 105થી વધુ દર્દીઓની હોમિયોપેથીક સારવાર અને સલાહ આપવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રામજનો માટે લાઈફ ઈન્સ્યોરન્સ અને નાણાકીય જાગૃતિ અંગેનું માર્ગદર્શન સત્ર પણ યોજાયું હતું.
કેમ્પમાં આંખોની તપાસ, મોતિયાબિંદુની તપાસ, રક્તદાન, નિઃશુલ્ક દવાઓ, બ્લડ પ્રેશર, BMI તથા જનરલ બોડી ચેકઅપ જેવી વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
આ સમગ્ર કેમ્પને સફળ બનાવવા માટે રોટરી સભ્યો, રોટરેક્ટર્સ, તબીબો, સ્વયંસેવકો તથા પારખેત ગામના આગેવાનો અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો.
રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીના પ્રમુખ રોટેરિયન સમીર પંડ્યાએ કેમ્પમાં મોટી સંખ્યામાં જોડાઈ આરોગ્ય સેવાઓનો લાભ લેનાર તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ખાસ કરીને રોટરેક્ટર્સ દ્વારા ગામમાં જનજાગૃતિ ફેલાવવા, ગ્રામજનો સુધી કેમ્પની માહિતી પહોંચાડવા અને તેમને સેવાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કરવા બદલ તેમની ઉત્તમ કામગીરીની પ્રશંસા કરી હતી.
રોટરેક્ટ ક્લબના પ્રમુખ રોટ્રેક્ટર દિગ્વિજયસિંહ મહિડા સહિત બંને સંસ્થાના સભ્યો દ્વારા કેમ્પને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ તબીબો, સંસ્થાઓ, સ્વયંસેવકો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
