પવિત્ર શ્રાવણ માસનો થઈ રહ્યો છે પ્રારંભ

સુરતના કાવડયાત્રીઓ ભરૂચ પહોંચ્યા

પાવન સલીલા માં નર્મદાનું જળ ભર્યું

મહાદેવ પર કરશે જળાભિષેક

114 કાવડયાત્રીઓ જોડાયા

ભરૂચના ઝાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે સુરતના શિવશક્તિ મહાસંઘના 114 જેટલા કાવડ યાત્રીઓ નર્મદા નદીનું પવિત્ર જળ કાવડમાં ભરી સુરત જવા રવાના થયા હતા.

શ્રાવણ માસમાં વિવિધ નદીઓના જળથી શિવજીને જળા અભિષેક કરાવવાનો અનેરો મહિમા રહ્યો છે ત્યારે સુરતના શિવશક્તિ મહાસંઘ દ્વારા 14મી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવશક્તિ મહાસંઘના 114 જેટલા કાવડ યાત્રીઓ ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ ખાતે આવી કાવડના કળશમાં પાવન સલીલા માઁ નર્મદાનું પવિત્ર જળ ભરીને હર હર મહાદેવના જયઘોષ સાથે પરત પગપાળા સુરત રવાના થયા હતા,

આ શ્રદ્ધાળુઓ દર વર્ષે નિયમિતપણે નર્મદા નદીનું પવિત્ર જળ કાવડમાં લઈને સુરત પરત ફરે છે. કાવડ યાત્રીઓ સુરતના પાલનપુર વિસ્તારમાં આવેલ દુધેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી સોમવારના રોજ વહેલી સવારે દુધેશ્વર મહાદેવને જળાભિષેક કરશે